BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
મહારાષ્ટ્ર મહાનગરપાલિકાઓની ચૂંટણી : 29માંથી 25 કૉર્પોરેશનમાં ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ, મુંબઈમાં BJP – શિવસેનાનું સેલિબ્રેશન
મહારાષ્ટમાં યોજાયેલી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિતની 29 મહાનગરપાલિકાની ચૂંટણી પૈકી 25 કૉર્પોરેશનોમાં ભાજપ અને તેનું ગઠબંધન વિજય તરફ અગ્રેસર છે. બીબીસીને મળેલી લેટેસ્ટ જાણકારી મુજબ ભાજપને મુંબઈ મહાનગરપાલિકા સહિત ઘણી જગ્યાએ 'જંગી બહુમતી' મળી છે. ગુરુવારે આ તમામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. આ તમામ ચૂંટણીઓ પૈકી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પર સૌની નજર રહી હતી.
મહારાષ્ટ્ર : ગૌરી લંકેશ હત્યા કેસના આરોપી અને આક્રમક હિંદુત્વના સમર્થક શ્રીકાંત પંગારકરનો વિજય
પત્રકાર અને સામાજિક કાર્યકર ગૌરી લંકેશની હત્યાના આરોપી પંગારકરને થોડા દિવસો અગાઉ જ જામીન પર મુક્ત કરાયા હતા. અગાઉ તેમની ઍન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વૉડે ધરપકડ કરી હતી.
ગૌહરજાન : એ કરોડપતિ તવાયફ જેમણે પોતાનાથી અડધી ઉમરના યુવકને પ્રેમ કર્યો અને એણે દગો કરી સંપત્તિ પડાવી લીધી
કલકત્તાનાં વિખ્યાત તવાયફ ગૌહરજાન દેશનાં ટોચનાં ગાયિકા બન્યાં અને દેશમાં બદલાતી હવાને અવલોકી રહ્યાં હતાં. એ જમાનામાં કરોડપતિ ગણાતાં ગૌહરજાને શાસ્ત્રીય-ઉપશાસ્ત્રીય સંગીતને કોઠામાંથી બહાર કાઢીને ગ્રામોફોન રેકૉર્ડ દ્વારા વ્યાપક જનતા સુધી પહોંચાડ્યું હતું. એક તબક્કે ગાંધીજીએ ફાળા માટે ગૌહરજાનના મુજરાનું આયોજન કર્યું હતું. જ્યારે બાપુ પોતાનો વાયદો પાળી નહોતા શક્યા, ત્યારે ગૌહરજાનના વ્યક્તિત્વનો પરચો ગાંધીજીને પણ મળ્યો હતો.
દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યોલને પાંચ વર્ષની સજા સંભળાવાઈ – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
આપણે 2026માં પ્રવેશ્યા અને એ 2976માં, દુનિયાથી લગભગ 1000 વર્ષ આગળ જીવતા લોકોની કહાણી
આ લોકો કંઈ ટાઇમ ટ્રાવેલ કરીને કે અમસ્તા જ એક હજાર વર્ષ આગળ નથી પહોંચી ગયા. જોકે, આ લોકો બાકીના વિશ્વ કરતાં લગભગ એક હજાર વર્ષ આગળ તો ખરા, કારણ કે તેઓ જે કૅલેન્ડર અનુસરે છે તેની શરૂઆત ઈસવીસન પૂર્વે 950ની સાલથી થાય છે.
શંખપુષ્પીનાં ફૂલ : જેમાંથી ચા બને છે એ વાવીને ખેડૂતો કેવી રીતે કમાણી કરી રહ્યા છે
ભારતમાં અપરાજિતા તરીકે ઓળખાતી અને અંગ્રેજીમાં "બટરફ્લાય પી" તરીકે ઓળખાતી વેલને નીલા રંગનાં આકર્ષક ફૂલો બેસતાં હોય છે. એક સમયે સુશોભન માટે જ વપરાતી આ વેલનાં ફૂલો કેવી રીતે ખેડૂતોની જિંદગી બદલી રહ્યાં છે?
ઑસ્ટ્રેલિયા: મહિલાએ ઊંઘમાં આંખો ખોલી તો છાતી ઉપર મોટો અજગર હતો, પછી શું થયું?
કાર્પેટ પાઇથન એ ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારે વ્યાપકપણે જોવા મળતા અજગર છે. જે પોતાના શિકારને નાગચૂડમાં લઈને મારી નાખે છે.
શક્સગામ ખીણ કેવી છે જે પાકિસ્તાને ચીનને સોંપી દીધી હતી, ભારતે કેમ વાંધો ઉઠાવ્યો?
ભારતે 9 જાન્યુઆરીએ આ વિસ્તારમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું, આ વિસ્તાર ભારતના નિયંત્રણ હેઠળ છે અને ભારતને દેશ હિતમાં યોગ્ય પગલાં લેવાનો અધિકાર છે.
વીડિયો, ગુજરાતમાં આ તારીખથી માવઠું, પહેલાં ક્યાં પડશે વરસાદ?, અવધિ 5,57
આ સિસ્ટમની અસર ગુજરાત પર શું થશે? માવઠું કઈ તારીખમાં થશે અને કેટલા દિવસ વરસાદ પડશે? આ બધાં જ પ્રશ્નોના જવાબ તમે આ વીડિયોમાંથી મેળવી શકશો.
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ભારત/વિદેશ
ખામેનેઈ: 11 વર્ષે મૌલવી બન્યા, દેશવટો, જેલવાસથી લઈને ઈરાનના 'સૌથી શક્તિશાળી નેતા' બનવા સુધી
અયાતોલ્લાહ અલી ખામેનેઈ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછીના દેશના બીજા સર્વોચ્ચ નેતા છે તથા તેઓ 1989થી સર્વોચ્ચ હોદ્દા પર છે.
હિમાલયના પર્વતો પર શિયાળામાં પણ બરફ કેમ નથી જામી રહ્યો?
નિષ્ણાતોનું કહેવું છે કે બરફવર્ષામાં ઘટાડાથી ફક્ત હિમાલયનું સ્વરૂપ જ નહીં બદલાય, તેની અસર ક્ષેત્રમાં રહેતા કરોડો લોકોના જીવન અને ઘણી ઇકૉસિસ્ટમ પર પણ પડશે.
'મેં મૃતદેહોના ઢગલા જોયા, લાશો પર પગ મૂક્યા' રશિયન મહિલાએ લલચાવીને યુદ્ધમાં લડવા માટે ફસાવેલા વિદેશી પુરુષોની કહાણી
40 વર્ષની ભૂતપૂર્વ શિક્ષિકા અઝાર્નિખ મોટાભાગે ગરીબ દેશોના યુવાનોને રશિયન લશ્કરમાં જોડાવા માટે લલચાવવા ટેલિગ્રામ ચેનલનો ઉપયોગ કરતી હોવાનું બીબીસી આઇની તપાસમાં બહાર આવ્યું હતું.
'હવે હું મારા પુત્રને મોટો થતો જોઈ શકીશ', એક ઇન્જેક્શનથી દર્દીની આંખમાં દૃષ્ટિ કેવી રીતે પાછી આવી?
આંખની અત્યંત દુર્લભ બીમારી જેમાં અંધાપો આવી શકે, તેની સારવાર શોધવાનો દાવો ડૉક્ટરોએ કર્યો છે. આ ઇન્જેક્શનથી મહિલાને આવેલો આંશિક અંધાપો ખતમ થયો છે.
ઈરાનમાં અમેરિકાએ સૈન્ય કાર્યવાહી કરી તો તેની શી અસર થશે? ચાર મુદ્દામાં સમજો
ઈરાનના શાસકો 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી અત્યાર સુધીના સૌથી ગંભીર પડકારનો સામનો કરી રહ્યા છે. પરંતુ આ વખતે દેશની સરકારે જે જવાબ આપ્યો છે તે અભૂતપૂર્વ છે. પ્રદર્શન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ઇન્ટરનેટ લગભગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.
ઇસરોનું પીએસએલવી-સી62 મિશન નિષ્ફળ, અવકાશમાં મોકલેલા 15 ઉપગ્રહોનું શું થશે?
સોમવારે પૃથ્વીનું નિરીક્ષણ કરવા માટેનાં સેટેલાઇટ સહિત અન્ય ઉપકરણો અને 16 પેલોડ લઈ જતું એક ભારતીય રૉકેટ લૉન્ચ થયા પછી નિર્ધારિત માર્ગ પરથી ભટકી ગયું હતું. જેને ઇસરોના ભરોસાપાત્ર ગણાતા પ્રક્ષેપણ યાન માટે વધુ એક ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
અમેરિકાએ હુમલો કર્યો તો ઈરાન યુદ્ધ માટે 'તૈયાર', ટ્રમ્પે શું ધમકી આપી?
ઈરાનમાં લોકો રસ્તા પર ઊતરતાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેવતણી આપી કે જો પ્રદર્શનકારીઓને મારવામાં આવશે તો તેઓ 'જોરદાર હુમલો કરશે.' ટ્રમ્પે કહ્યું કે તેઓ 'જેનાથી સૌથી વધુ દુ:ખાવો થાય એવી જ ઈજા પહોંચાડશે.' તેમણે એવું પણ કહ્યું કે અમરિકા ઈરાની શાસનનો વિરોધ કરનારાની મદદ માટે તૈયાર છે.
જર્મનીમાં ફસાયેલી ગુજરાતની બાળકી અરિહા શાહ મામલે હવે ભારતના વિદેશ મંત્રાલયે શું જાણકારી આપી?
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ એમ પણ કહ્યું છે આ મામલાને ઉચ્ચસ્તરે ઉઠાવવામાં આવ્યો છે અને વડા પ્રધાન મોદીએ પણ જર્મન ચાન્સલર સાથેની વાતચીતમાં આનો ઉલ્લેખ કર્યો છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ : ભાજપ ફરીથી સોમનાથને શરણે જઈ રહ્યો છે?
8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી યોજાનાર આ પર્વનું સોમનાથ ખાતે 'ભવ્ય' આયોજન કરાઈ રહ્યું છે ત્યારે આ પર્વના રાજકીય સંદેશ અને મર્મ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

